Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

સિદ્ધાર્થ મલ્હોત્રા આજે પણ બોલીવુડના આ બે દિગ્ગ્જ સ્ટારનો છે જબરો ફેન

મુંબઇ: અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ કહ્યું હતું કે હું આજે પણ અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનનો ફેન છું. આ બંને મારા માટે ભગવાન જેવા છે.કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યર (૨૦૧૨થી) અભિનય કારકિર્દી શરૃ કરનારા સિદ્ધાર્થને હજુ સુધી સુપરહિટ કહેવાય એવી એક્કે ફિલ્મ મળી નથી. સ્ટુડન્ટ ઑફ ધી યરના એના બંને સાથે કલાકારો વરુણ ધવન અને આલિયા ભટ્ટ અત્યારે એ લિસ્ટના કલાકારો ગણાય છે.ઓડિયો શો ટેક ટુમાં અનુપમા અને રાજીવ સાથે વાત કરતાં સિદ્ધાર્થે કહ્યું,'હું દિલ્હીનો છું અને દિલ્હીના બધા યુવાનો અભિનેતા થવા માગે છે. એનો યશ સુપર સ્ટાર શાહરુખ ખાનને ઘટે છે. મારો આદર્શ પણ પહેલેથી શાહરુખ ખાન હતો અને આજે પણ હું એમનો ફેન છું. અંગત રીતે મને લાગે છે કે શાહરુખ ખાન કોમેડીનો ઉસ્તાદ છે. એના જેવી કોમેડી બહુ ઓછા કલાકારો કરે છે.'અન્ય એક સવાલના જવાબમાં એણે કહ્યંુ કે એક પણ વ્યક્તિ એવી દેખાડો જે અમિતાભ બચ્ચનની ચાહક નહીં હોય. હું તો એમની ફિલ્મો જોઇ જોઇને મોટો થયો છું અને સમજણો થયો ત્યારથી એમનો ફેન રહ્યો છું. શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન આ બે કલાકારો મારા માટે છેલ્લો શબ્દ છે. એ મારા ભગવાન છે એમ કહું તો ચાલે.

(4:34 pm IST)