Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

શરગુન મહેતાએ મોરેશીયસથી પોસ્‍ટ કરી હોટ તસ્‍વીરો

ટીવી સિરીયલ અને પંજાબી ફિલ્‍મોની અભિનેત્રી શરગુન મહેતા હોટ તસ્‍વીરોને કારણે ચર્ચામાં આવી હતી. શરગુને તાજેતરમાં તેના સોશિયલ એકાઉન્‍ટ ઇંસ્‍ટાગ્રામ પર અલગ-અલગ તસ્‍વીરો પોસ્‍ટ કરી હતી. જેમાં તે ખુબ જ આકર્ષક અને બોલ્‍ડ દેખાઇ રહી છે. શરગુન તાજેતરમાં મોરેશિયસ રજા ગાળવા ગઇ હતી. ત્‍યાંથી જ તેણે આ તસ્‍વીરો પોસ્‍ટ કરી હતી. શરગુન સ્‍વિમ શૂટમાં ખુબ જ હોટ દેખાઇ રહી હતી. સરગુને ટીવી સ્‍ટાર રવિ દુબે સાથે લગ્ન કર્યા છે. તાજેતરમાં રવિએ દિવાળીની શુભકામના સાથે એવો મેસેજ પણ લખ્‍યો હતો કે તેણે પાંચ મહિનાથી એક વાત છુપાવી રાખી છે. હવે પછી તે આ વાત જાહેર કરશે. ચાહકોએ રવિની આ વાતથી એવું અનુમાન લગાવ્‍યું હતું કે શગુન કદાચ પ્રેગનન્‍ટ છે અને રવિ હવે પિતા બનવાનો છે. જો કે રવિએ આ વાત સ્‍પષ્‍ટ કરી નથી.

(10:59 am IST)