Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

અક્ષય કુમાર અને જોન અબ્રાહમની ફિલ્‍મો વચ્‍ચે ટક્કર

અક્ષય કુમાર અને જોન અબ્રાહમ વચ્‍ચે આવતા વર્ષે ટક્કર નિતિ છે. અક્ષય કુમારની ફિલ્‍મ મિશન મંગલ સ્‍વતંત્રતા દિવસના રોજ રિલીઝ થવાની છે ત્‍યારે જોનની ફિલ્‍મ બાટલા હાઉસ પણ ૧૫મી ઓગષ્‍ટના રિલીઝ થશે. આ બંને ફિલ્‍મો સત્‍ય ઘટના પર આધારીત છે.

મિશન મંગલને આર. બાલ્‍કી બનાવી રહ્યા છે. તેણે અક્ષય સાથે પેડમને જેવી સફળ ફિલ્‍મ બનાવી છે. જગન શક્‍તિ આ ફિલ્‍મના નિર્દેશક છે. મંગળ યાનને અંતરિક્ષમાં મોકલવાની ઘટના પર આ ફિલ્‍મ આધારીત છે. જ્‍યારે જોનની બાટલા હાઉસ દિલ્‍હીમાં ૨૦૦૮માં થયેલા વિવાદીધ એન્‍કાઉન્‍ટર પર આધારીત છે. જેનું નિર્માણ ભુષણ કુમાર અને નિખીલ અડવાણી કરી રહ્યા છે. નિર્દેશન નિખીલનું છે. હાલમાં દિલ્‍હી, જયપુર, નેપાળ, લખનોંમાં શુટીંગ ચાલી રહ્યું છે. એ પહેલા માર્ચમાં પણ અક્ષયની કેસરી અને જોનની રોમીયો અકબર વોલ્‍ટર (રો) રિલીઝ થઇ રહી છે. આ ફિલ્‍મમાં જૈકી શ્રોફ, સુચિત્રા, સિકંદર ખેર, મોૈની રોય પણ જોન સાથે મહત્‍વના રોલમાં છે.

(10:57 am IST)