Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

મુંબઈ એરપોર્ટ પર ચાહકોની ભીડમાં રણવીર બન્યો દીપિકાનો બોડીગાર્ડ

મુંબઈ :રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ઇટલીમાં સાત ફેરા લીધા બાદ મુંબઇ પરત ફર્યા હતા જ્યારે બંને મુંબઇ એરપોર્ટમાંથી બહાર વી રહ્યાં હતાં તો ફેન્સ અને મીડિયાની જબરદસ્ત ભીડે તેમને ઘેરી લીધાં. તેવામાં ભીડથી દીપિકાને બચાવતાં રણવીર સિંહ પ્રોટેક્ટિવ હસબંડના રોલમાં જોવા મળ્યો હતો .

    એરપોર્ટ પર જમા ભીડથી સુરક્ષિત રણવીર-દીપિકાને બહાર લાવવા માટે તો પહેલા સિક્યોરીટી ગાર્ડે તેમને ઘેરી લીધાં પરંતુ જ્યારે ભીડ વધતી ગઇ તો રણવીર પોતે જ દીપિકાનો બૉડી ગાર્ડ બની ગયો.

(10:58 am IST)