Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

ટૂંક સમયમાં રિલીઝ થશે સૂર્યવંશીનું પહેલું ગીત: ફિલ્મની ટીમ કરી રહી છે પ્રમોશનની તૈયારી

મુંબઈ: અક્ષય કુમાર અને કેટરિના કૈફની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’ ની રિલીઝ ડેટ બહાર પડી ગઈ છે અને હવે ફિલ્મનું પહેલું ગીત પણ ટૂંક સમયમાં રિલીઝ થશે. નિર્માતાઓ સૂર્યવંશીનું પહેલું ગીત રજૂ કરીને ફિલ્મના પ્રમોશનની શરૂઆત કરશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના સોશિયલ મીડિયા પર આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે "ફિલ્મનું પહેલું ગીત 21 ઓક્ટોબરે રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કર્યા બાદ સૂર્યવંશીની ટીમ પહેલું ગીત લોન્ચ કરીને ફિલ્મનો પ્રચાર કરવાનું શરૂ કરી રહી છે." 21 ઓક્ટોબરે રિલીઝ થનારી ફિલ્મ સૂર્યવંશીનું પહેલું ગીત ‘આઈલા રે આયલા’ છે, જેમાં અક્ષય કુમાર, રણવીર સિંહ અને અજય દેવગણ છે. આ ગીત રજૂ થયા બાદ જ સૂર્યવંશીની ટીમ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત રહેશે.

 

(5:53 pm IST)