Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

સલમાન ખાન ડોગ 'માય લવ'ની નિધન: સોશિયલ મીડિયા પર શેયર કરી તસ્વીર

મુંબઈ: સલમાન ખાનની પાલતૂ કૂતરી ‘માય લવ’ હવે આ દુનિયામાં નથી. સલમાન તેને હંમેશા પ્રેમ કરતા જોવા મળતો હતો. સલમાને આ કૂતરી સાથેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સલમાન ખાન અત્યારે ઘણો જ દુ:ખી છે, કેમકે તેની દિલની નજીકની પાલતૂ કૂતરી ‘માય લવ’એ તેનો સાથ છોડ્યો છે. સલમાન ખાને આ વાતની જાણકારી તેના ટ્વિટર એકાઉન્ટ પર આપી હતી. સલમાન ખાને તેની કૂતરીની તસવીરો શેર કરીને લખ્યું કે, ‘મારી સૌથી સુંદર, માય લવે આ દુનિયામાંથી વિદાય લીધી છે. ઈશ્વર તેના આત્માને શાંતિ આપે.’ સલમાન એક તસવીરમાં ‘માય લવ’ને કિસ કરતો જોવા મળી રહ્યો છે. સલમાનની આ કૂતરી લેબ્રાડોર બ્રીડની હતી. સલમાન ખાન પાસે તો આમ તો ઘણા બધા કૂતરાઓ છે. ‘માય લવ’ પહેલા સલમાન પાસે ‘માય સન’ અને ‘માય જાન’ નામનાં બે કૂતરા હતા. વર્ષ 2016માં બંનેનાં અચાનક મોત થયા હતા.

(5:48 pm IST)