Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

પ્રિયંકા-નિકે સગાઈ કરી કે માત્ર 'રોકા' થયા?: બોલીવુડમાં ચર્ચાતો પ્રશ્‍ન

મુંબઇ : બોલિવૂડની 'દેશી ગર્લ' અને 'પીગી ચૉપ્સ'થી જાણીતી પ્રિયંકા ચોપરાએ અમેરિકન બૉયફ્રેન્ડ નિક જોનાસ સાથે એકમેકના થઈ જવાના કોલ લીધા. જો કે તેમણે 'સગાઈ' કરી કે રોકા થયા છે તે અંગે અસમંજસ પ્રવર્તે છે.

પ્રિયંકાએ આ સામાજિક પ્રસંગની તસવીર તેમના ઇન્સ્ટાગ્રામ પર 'ટેકન...ટેકન વિથ માય હાર્ટ ઍન્ડ સોલ' નામે શેર કરી હતી.

જ્યારે નિક જોનાસે પણ એજ તસવીર પોસ્ટ કરીને લખ્યું, 'ફ્યૂચર મિસિસ જોનાસ, માય હાર્ટ, માય લવ'.

આ સૅરિમનીમાં બોલીવૂડની ઘણી સેલિબ્રિટિઝ પણ હાજર હતી.

પ્રિયંકા અને નીક જોનાસ વચ્ચેનો પ્રેમ સંબંધ છેલ્લા ઘણાં સમયથી ચર્ચામાં હતો, બન્ને અનેકવાર સાથે ફરતા પણ જોવા મળ્યાં હતાં.

જોકે, થોડા સમય પહેલાં નિક જોનાસએ ભારતની મુલાકાત લીધી, ત્યારે બન્નેના સંબંધો અંગે ચર્ચા જાગી હતી.

જુલાઈમાં બન્નેના સંબંધો વિશે વાત ત્યારે સામે આવી, જ્યારે નિક જોનાસે પ્રિયંકાને લંડનમાં પ્રપૉઝ કર્યું હતું.

(12:28 pm IST)