Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

સંસ્કારી વિદ્યાનું ટાઇમપાસ જ્ઞાન

મુંબઇ તા. ૧૯: વિદ્યા બાલને હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક મસ્તી કરતો વિડિયો શેર કર્યો છે. આ વિડિયોમાં તે સંસ્કારી જ્ઞાન આપતી જોવા મળી રહી છે. આ વિડિયોમાં તે એક પુરૂષના અવાજ પર લિપ સિંક કરી રહી છે. આ વિડિયોમાં તે એક દેશી પરણિત સ્ત્રીના લૂકમાં જોવા મળી રહી છે. આ વિડિયોમાં વોઇસ-ઓવર છે કે એક કુંવારી સ્ત્રીમાં નવ દેવીઓનો વાસ હોય છે, પરંતુ લગ્ન બાદ કઇ દેવી એકિટવેટ થશે એ પુરૂષના કર્મ પર આધારિત હોય છે. આ વિડિયો શેર કરીને વિદ્યાએ લખ્યું હતું કે સમ ટેક-ટુક ટાઇમ પાસ.

(3:54 pm IST)