Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ડિઝીટલ પ્લેટફોર્મ પર આવી રહી છે...મા અને બે દિકરીની ખોફનાક કહાની

ટીવી અને ફિલ્મી પરદા ઉપરાંત ડિઝીટલ પ્લેટફોર્મ પણ આજના યુગમાં ખુબ ચાલી રહ્યું છે. અહિ દર્શકોને દરેક જોનરની કહાની મળી રહી છે. એક એકથી ચડીયાતી કહાનીઓ વેબ સિરીઝમાં જોવા મળતી રહે છે. સાઇકોલોજીકલ થ્રિલર 'પોશમ પા' ઓટીટી પ્લેટફોર્મ ઝી-ફાઇવ પર આવી રહી છે. મહારાષ્ટ્રની કુખ્યાત ગાવિત બહેનો પર આ કહાની આધારીત છે. આ બંને પોતાની મા સાથે મળીને ગુનાખોરીને અંજામ આપતી હતી. આ બંને બહેનોને અદાલતે ફાંસીની સજા ફટકારી હતી અને તેની માતાનું જેલમાં મોત થયું હતું. પોશમ પાની કહાની મનોવૈજ્ઞાનિક રીતે પરેશાન માતા આસપાસ ગુંથાયેલી છે. જે પોતાની દિકરીઓને પણ ગુનાખોરીની દુનિયામાં સામેલ કરે છે. આ ત્રણેય મળીને માસુમ બાળકોના અપહરણ કરે છે અને તેની પાસે ગુના કરાવે છે. પોતાનું કામ પતી જાય પછી આ મા-દિકરીઓ અપૃહત બાળકોની બહેરમીથી હત્યા કરી નાંખતી હતી. રાષ્ટ્રીય પુરષ્કાર વિજેતા સુમન મુખોપાધ્યાય આ સિરીઝનું નિર્દેશન કરશે. માહિ ગીલ, સયાની ગુપ્તા, રાગીની ખના મુખ્ય રોલમાં છે. ૨૧ ઓગષ્ટથી પોશમ પા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે

(10:00 am IST)