Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ચાર વર્ષ પછી આમિર ખાનનો ભત્રીજો ઇમરાન ખાન પરિવાર સાથે થયો સ્પોર્ટ

મુંબઈ: બોલીવુડમાં એવા પણ કલાકરો છે શરૂઆતમાં બહુ ચમકતા હોય છે પછી તેમનો ચમકાર થોડા સમયમાં જાણે ઓછો થઇ જતો હોઈ છે તેવું આમિર ખન્ના ભત્રીજા ઇમરાન ખાન સાથે પણ થયું છે છેલ્લા ચાર વર્ષથી લાઇમ લાઈટ થી દૂર રહેલ ઇમરાન ખાન પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોર્ટ થયો છે. તેને છેલ્લી ફિલ્મ કટ્ટી બટ્ટી 2015માં કરી હતી. ઇમરાન ખાન પરિવાર સાથે હોલીડે ઇન્જોય કરીને પરત ફર્યો ત્યારે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો હતો. ઇમરાને તેની પુત્રની ઉંચકી હતી અને પત્ની અવન્તિકા પણ ખુબ સ્ટાઈલિશ જોવા મળી હતી.

(4:04 pm IST)
  • ગ્રેટર નોઈડાના બિલ્ડીંગ ધરાશયી થતા મૃત્યુઆંક આઠ થયો :એનડીઆરએફની ટીમે કાટમાળમાંથી વધુ એક મૃતદેહ બહાર કાઢ્યો :મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને 2 - 2 લાખ અને ઘાયલોને 50 હજારની મદદની જાહેરાત કરી :આ મામલે બે અધિકારીઓને સસપેન્ડ કરી દીધા છે access_time 1:01 am IST

  • સબરીમાલા મંદિરમાં મહિલાઓને પણ પ્રવેશનો અધિકાર :મંદિર કોઈ ખાનગી મિલકત નથી, તેમાં કોઈપણ જઈ શકે છે: સુપ્રીમની ટિપ્પણી : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કહ્યું છે કે દેશમાં પ્રાઈવેટ મંદિરનો કોઈ સિદ્ધાંત નથી:તે જાહેર સ્થળ છે. જો પુરૂષો જઈ શકે છે તો મહિલાઓને પણ પ્રવેશની અનુમતિ મળવી જોઈએ access_time 12:47 am IST

  • દેશના ટોચના સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશ સાથે મારકૂટ કરવાના મામલે આઠ લોકો સામે ગુન્હો દાખલ :ભાજપ કિશાન મોરચાના પ્રદેશ મંત્રી અનંત તિવારી,ભાજપ યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ પ્રસન્ના મિશ્રા,ભજપના જિલ્લા મહામંત્રી બલરામ ડૂબે,પાકુડના જિલ્લા મંત્રી ગોપી ડૂબે,બજરંગદળના પિન્ટુ મંડળ,અશોક પ્રસાદ,શિવકુમાર સાહા અને બદલ મંડળના નામનો સમાવેશ access_time 1:07 am IST