Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ટીવી કપલ રિત્વીક અને આશાની લંડનમાં સફર

ટીવી પરદાનું કપલ આશા નેગી અને રિત્વીક ધનંજાનીએ લંડનમાં રજા માણી હતી. આશાએ ત્યાંની કેટલીક તસ્વીરો પોતાના ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આશા અને રિત્વીક લંડનના રસ્તાઓ પર વરસાદની મજા માણતા જોવા મળ્યા હતાં. આશા અને રિત્વીક સાથે તેનો મિત્ર કરણ વાહી પણ લંડનમાં હતો. મધ્ય પ્રદેશમાં જન્મેલો રિત્વીક ૨૦૦૯થી અભિનય ક્ષેત્રે સક્રિય છે. તેણે પવિત્ર રિશ્તા, નચ બલિયે, ડેર ટુ ડાન્સ, ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ, નચ બલિયે-૬, ઝલક દિખલા જા-૫ સહિતના શો કર્યા છે. છેલ્લે તે સુપર ડાન્સર સિઝન-૩માં હોસ્ટ હતો. દેહરાદૂનમાં જન્મેલી આશાએ પણ ટીવી પરદે પવિત્ર રિશ્તા, કુછ તો હૈ તેરે મેરે દરમ્યિાન, એક મુઠ્ઠી આસમાન, નચ બલિયે-૬ સહિતના શોમાં કામ કર્યુ છે. હવે તે ઓલ્ટ બાલાજીની વેબ સિરીઝ બારીસમાં કામ કરી રહી છે. લંડનમાં બંનેએ ખુબ આનંદ માણ્યો હતો.

 

(9:47 am IST)