Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

કાર્તિક રોમાન્ટીક ફિલ્મમાં સામેલ

કાર્તિક આર્યન દોસ્તાના-૨માંથી બહાર થઇ જતાં ખુબ ચર્ચા જાગી હતી. કરણ જોહરના બેનરની આ ફિલ્મમાં તેની સાથે જ્હાન્વી કપૂરની જોડી હતી. ફિલ્મનું શુટીંગ પણ શરૂ થઇ ગયું હતું. પરંતુ એ પછી કાર્તિક બહાર થયો હતો. હવે કાર્તિકને લઇને સાજીદ નડિયાદવાલા એક લવસ્ટોરી બનાવશે. પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટૂ કી સ્વીટી, લવ આજકલ-૨ જેવી ફિલ્મો   કરી ચુકેલા ચોકલેટી હીરો કાર્તિકે ફરીથી પરદા પર રોમાન્સ કરવાની તૈયારી શરૂ કરી છે. સાજીદ નડિયાદવાલા અને નમઃ ફિલ્મ સાથે મળી એક લવસ્ટોરી બનાવી રહ્યા છે. જેનું નિર્દેશન સમીર વિધ્વંશ કરશે. આ ફિલ્મ માટે કાર્તિકને પસંદ કરવામાં આવ્યો છે. જેમાં રોમાન્ટીક લવસ્ટોરી છે. કાર્તિક સાથે હીરોઇન કોણ હશે તે હવે નક્કી થશે. કોરોના મહામારીમાં રાહત થતાં જ આ ફિલ્મનું કામ સાજીદ અને સમીર હાથ પર લેશે. કાર્તિક પણ આ ફિલ્મને કારણે ખુબ ઉત્સાહિત છે.

(10:05 am IST)