Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

...અને રાતોરાત શેફાલીની જિંદગી બદલાઇ ગઇ'તી

સંગીત ઇન્ડસ્ટ્રીમાં એક સમય એવો આવ્યો હતો કે જ્યાં જુઓ ત્યાં રિમિકસ ગીતોનો જમાનો હતો. એ સમયે એક ગીત એવું પણ આવ્યું હતું જેણે આ ગીતની અભિનેત્રી શેફાલી જરીવાલાને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. કાંટા લગા...નામના આ ગીતને કારણે જ શેફાલી આજે પણ જાણીતી છે. શેફાલી છેલ્લે બીગ બોસમાં જોવા મળી હતી.   શેફાલીએ આ ગીત વિશે વાત કરતાં કહ્યું હતું કે મને ત્યારે મારા પપ્પાએ આ ગીતમાં કામ કરવાની ના પાડી હતી. હું ત્યારે કોલેજમાં હતી. મારા માતા-પિતા ઇચ્છતા હતાં કે હું પહેલા ભણતર પુરૂ કરું. પરંતુ હું ગીતમાં કામ કરવા તૈયાર થઇ હતી, કેમ કે તેના માટે પૈસા મળી રહ્યા હતાં. એ વખતે મને સાત હજાર રૂપિયા મળ્યા હતાં. વળી હું મારી જાતને ટીવી પર જોવા પણ એટલી જ ઉત્સુક હતી. મેં મમ્મીને વિશ્વાસમાં લીધા હતાં અને અમે બંનેએ મળી પપ્પાને મનાવ્યા હતાં. એ પછી મેં કામ કર્યુ હતું. ગીત રાતોરાત સુપરહિટ થયું હતું અને મારી જિંદગી બદલાઇ ગઇ હતી. શેફાલી કહે છે કોઇ હજુ પણ મને કાંટા લગા ગર્લ કહે તો હું ખુશ થઇ જાઉ છું. આ ગીત પછી મારી પાસે નવા કામનો ઢગલો થઇ ગયો હતો. શેફાલી વેબ સિરીઝ પણ કરી ચુકી છે.

(9:44 am IST)