Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

આ મહિનાના અંત સુધી રાહ જોશે અલી અને ઋચા

અભિનેતા અલી ફઝલ અને અભિનેત્રી ઋચા ચઢ્ઢાને લોકડાઉન નડી ગયું છે. એપ્રિલમાં આ બંને લગ્ન કરવાના હતાં અને તેના માટે તૈયારીઓ પણ થઇ ગઇ હતી. પરંતુ કોરોના મહામારીને કારણે લગ્નને પાછા ઠેલવા પડ્યા છે. અલી ફઝલે કહ્યું હતું કે કોરોના વાયરસના પ્રકોપમાંથી બધા બહાર આવી જશે પછી અમે બધા સાથે મળી સેલિબ્રેટ કરીશું. જ્યારે બધુ રાબેતા મુજબ થઇ જશે ત્યારે ઉજવણી માટે આપણી પાસે ઘણું બધુ હશે. અમારી ઇચ્છા છે કે બધાની સાથે જ અમે ઉજવણી કરીશું. લોકડાઉનના નિયમોનું ત્યાં સુધી પાલન કરવાનું અમને યોગ્ય લાગ છે.

અમે બસ અત્યારે તો રાહ જોઇ રહ્યા છીએ. અલી ફઝલ અને ઋચા ચઢ્ઢા લાંબા સમયથી એક બીજા સાથે ડેટીંગ કરી રહ્યા છે. આ બંનેએ કોરોના મહામારીને કારણે હવે પોતાના લગ્ન માટે આ વર્ષના અંતિમ મહિના સુધી રાહ જોવાનું નક્કી કર્યુ છે. અલી ફઝલને વેબ સિરીઝ મિરઝાપુરને કારણે ખુબ વાહ-વાહી મળી હતી. હવે તેની બીજી સિઝનમાં પણ તે જમાવટ કરવાનો છે.

(9:43 am IST)