Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

પતિ અજય દેવગનની ફિલ્મમાં કામ કરશે કાજોલ

મુંબઈ: બોલીવુડમાં પોતાના સંજીદા અભિનયના લીધે જાણીતી અભિનેત્રી કાજોલ હવે પતિ અજય દેવગણ દ્વારા નિર્મિત ફિલ્મમાં  કામ કરશે. કાજોલ પહેલા તમિલ ફિલ્મમાં અભિનેતા ધનુષ સાથે જોવા મળી હતી. તે પહેલા હિન્દી ફિલ્મ દિલવાલેમાં શાહરુખ ખાન સાથે નજરે પડી હતી. હવે કાજોલ નિર્દેશક પ્રદીપ સરકારની ફિલ્મ સાઈન કરી છે. પ્રદીપ સરકાર નિર્દેશિત ફિલ્મ અજય દેવગણ બનાવે છે. લાંબા સમય પછી કાજોલ અજય દેવગણના પ્રોજેક્ટમાં કામ કરશે. ફિલ્મ 14 સપ્ટેમ્બરના રિલીઝ થવાની છે. જેમાં કાજોલ સિંગલ મધરની ભૂમિકામાં નજરે પડશે.

(4:30 pm IST)