Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

પ્રિયંકા ચોપરા અને અભિષેક બચ્ચન ફરી જોવા મળશે આ ફિલ્મમાં

મુંબઇ: પ્રિયંકા ચોપરા અને અભિષેક બચ્ચન આગામી ફિલ્મમાં પતિ-પત્નીના પાત્રમાં જોવા મળશે. ફિલ્મમાં તેમની પુત્રીના પાત્રમાં ઝાયરા વસીમ હશે. ફિલ્મ આયેશા ચૌધરીની જિંદગી પર આધારિત હશે. આયેશા ચૌધરીને ઇમ્યુનડેફિસિયન્સી અને પલમોનેરી ફાઇબ્રોસીસની બીમારી હતી. સ્થિતિમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ખલાસ થઇ જતી હોય છે તેમજ ફેંફસામાં તકલીફ થવાથી શ્વાસની તકલીફ થાય છે. આયેશાએ રોગ સામે લાંબી લડત આપી હતી અને ૨૦૧૫માં તેનું અવસાન થયું હતું. આયેશાએ પુણેના એક ટોક શોમાં મોટિવેશનલ સ્પિચ આપી હતી. જાયેરાને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડી છે અને તેણે કામ કરવાની તૈયારી દાખવી છે. ફિલ્મ સોનાલી બોસનો આગામી પ્રોજેક્ટ હશે. તે હાલ ફિલ્મના પ્રી-પ્રોડકશનમાં વ્યસ્ત છે અને જલદી ફિલ્મનું શૂટિંગ કરશે.

 


 

(4:29 pm IST)