Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

એ માટે પંદર કિલો વજન વધાર્યુ હતું પરિણીતીએ

પરિણીતિ ચોપડા હાલમાં જ ફિલ્‍મ ‘અમર સિંહ ચમકીલા'માં દિલજિત દોસંજ સાથે જોવા મળી રહી છે. આ ફિલ્‍મ નેટફિલક્‍સ પર રિલીઝ થઈ છે. ફિલ્‍મને ઇમ્‍તિયાઝ અલીએ ડિરેક્‍ટ કરી છે. આ ફિલ્‍મમાં અમરજોત કૌરના રોલમાં પરિણીતિ દેખાઈ રહી છે. સિંગર અમર સિંહ ચમકીલાને પંજાબના એલ્‍વિસ પ્રેસ્‍લી કહેવામાં આવતા હતા. એ સમયે તેઓ પંજાબના રૉકસ્‍ટાર ગણાતા હતા. ફિલ્‍મનું શૂટિંગ પણ રિયલ લોકેશન પર કરવામાં આવ્‍યું હતું. આ ફિલ્‍મ માટે પરિણીતિએ વજન વધાર્યું હતું. એ વિશે પરિણીતિ કહે છે બાયોપિકમાં પોતાની જાતને જોવા જેવી મજા કોઈ નથી. મેં તરત જ પંદર કિલો વજન વધાર્યું હતું. કારણ કે મારે અમરજોત જેવા દેખાવાનું હતું.

(9:45 am IST)