Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર 2’નું પહેલું ગીત ‘જવાની’ રિલીઝ

મુંબઈ: કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર 2’નું પહેલું ગીત ‘જવાની’ રિલીઝ થયું છે. આ ગીતમાં કિશોર કુમાર અને આરડી બર્મનના સુપરહીટ સોંગને રિક્રિએટ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે 1972માં આવેલી ફિલ્મ ‘જવાની દીવાની’ના ઓરિજનલ સોંગમાં રણધીર કપૂર અને જયા બચ્ચન સાથે નજરે આવ્યા હતા. જ્યારે હવે આ સોંગના નવા વર્જનમાં ટાઇગર શ્રોફ, તારા સુતારિયા અને અનન્યા પાંડે નજરે આવી રહ્યા છે. આ સોંગમાં ત્રણે કલાકારો વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળી રહી છે. આ સોંગ રિલીઝ થયાના થોડા સમયમાં લોકો દ્વારા જ સારો પ્રતિસાદ જોવા મળ્યો છે.તમને જણાવી દઈએ કે ધર્મા પ્રોડક્શનની અપકમિંગ રોમાંટિક ડ્રામા ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર 2’ને લઈ દર્શકો વચ્ચે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. તાજેતરમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. ફિલ્મમાં બોલિવૂડ ડેબ્યૂ કરવા જઈ રહી અનન્યા પાંડે અને તારા સુતારિયા ઘણી ગ્લેમરસ દેખાઈ રહી છે. જ્યારે ટાઇગર શ્રોફ એક સામાન્ય પરિવારના છોકરાનું પાત્ર ભજવી રહ્યો છે. ઉપરાંત તેઓ ફિલ્મ દરમિયાન ઘણા રફ એન્ડ ટફ લૂકમાં પણ નજરે આવે છે.

(6:04 pm IST)
  • હાર્દિક પર હુમલા અંગે સોશ્યલ મીડિયામાં ઉલટા-સુલટા મેસેજો ફરતા થયા : હાર્દિક પર હુમલો ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કરાવ્યાના સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા સમાચાર બાદ હુમલો હાર્દિકે ખુદ પોતાના પર કરાવ્યાના પણ અહેવાલો ફરતા થયા : પોલીસ અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં હજુ આવી કોઈ બાબત સામે આવ્યાનું નકાર્યુ access_time 3:54 pm IST

  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST

  • ચૂંટણી આયોગની ફ્લાઈંગ સ્ક્વોડે હેલિપેડ પર બીએસ યરદુરપ્પાના સામાનનું કર્યું ચેકીંગ : કર્ણાટકના શિવમોગ્ગામાં હેલિપેડ પર ભાજપ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી યરદુરાપ્પા અને કે,એસ,ઈશ્વરપ્પાના સામાનનું તલાસી લેવાઈ હતી access_time 1:24 am IST