Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

મેકઅપ આર્ટિસ્ટ શાનના જન્મદિવસે જેકલીને ગિફ્ટ કરી કાર

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ જાણે છે કે પોતાની સાથે કામ કરનારાને કેવી રીતે ખુશ રાખવા જોઈએ. તે પોતાની સાથે કામ કરનારાઓને પોતાના પરિવારની જેમ જ માને છે. હાલમાં જ તેણે પોતાના મેકઅપ આર્ટિસ્ટ શાનના જન્મદિવસ નિમિત્તે તેને મોંઘી કાર ભેટમાં આપી. જેકલિન શાનની સાથે કેટલાક વર્ષોથી કામ કરી રહી છે. તેણે શાનના જન્મદિવસ નિમિત્તે આ સરપ્રાઈઝ ગિફ્ટ આપ્યુ. શાને પોતાને મળેલ ગિફ્ટ અંગે જેકલીનનો આભાર વ્યક્ત કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. 

(4:58 pm IST)