Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

જોનની ફિલ્મ 'પરમાણુ' 4ના બદલે 25 મેના થશે રિલીઝ

મુંબઈ: બોલીવુડ અભિનેતા જોન અબ્રાહમની ફિલ્મ પરમાણુની રીલીઝ ડેટ પર વિવાદ હજી સમ્યો નથી. એવા અહેવાલ સામે આવ્યા છે કે ફિલ્મ ૪ મેની જગ્યાએ હવે ૨૫ મેના રોજ રીલીઝ થશે. આ સાથે જ ફિલ્મની રીલીઝ ડેટ છઠ્ઠી વખત બદલાઈ છે. સુત્રોના જણાવ્યા મુજબ, ફિલ્મ સાથે જોડાયેલ વિવાદ હજી હાઈકોર્ટમાં છે. 
ફિલ્મ ૪મેના રોજ રીલીઝ નહીં થાય અને ક્રિઅર્જ પ્રોપર્ટી બનીને ૨૫ મેએ રીલીઝ થશે. ફિલ્મને લઈને પ્રોડયુસર પ્રેરણા અરોરા અને જોન અબ્રાહમના પ્રોડક્શન હાઉસ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. વારંવાર રીલીઝ ડેટ પાછી ઠેલવવામાં આવતા ફિલ્મ લટકી પડી છે. ૨૦૧૭માં જોનના પ્રોડક્શન હાઉસે પ્રેરણા અરોરાની કંપની ક્રિઅર્જની સાથે કો-પ્રોડક્શનનો કરાર કર્યો હતો. જે અંતર્ગત ક્રિઅર્જને પ્રોડક્શન, અભિનેતાઓની ફી અને પ્રોડક્શન સાથે સંકળાયેલ અન્ય ખર્ચ માટે ૩૫ કરોડ આપવાના હતા. તેમજ જોન ફિલ્મનુ એક્પલોઈટેશન રાઈટ અઆને ૫૦ ટકા આઈપીઆર પ્રેરણાની કંપનીને આપવા પર સહમત થયા હતા. 
પરંતુ પેમેન્ટ ન થવા પર, ડિસ્ટ્રીબ્યુશન પ્લાન ન હોવા અને સતત રીલીઝ ડેટમાં ફેરફાર થવાના કારણે જોન અબ્રાહમે ક્રિઅર્જનનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી દીધો હતો. જ્યારબાદ બન્ને વચ્ચે વિવાદ વધુ વકર્યો. પ્રેરણાએ બોમ્બે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા. તેમજ જોને પ્રેરણા વિરુદ્ધ ત્રણ ક્રિમિનલ કેસ દાખલ કર્યા.

(4:57 pm IST)