Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

આંકડા ખરેખર સાચા પડશે તો અમિતાભ અને આમિરની ફિલ્‍મ કમાણીમાં બાહુબલી-૨ને પણ પાછળ રાખી દેશે

મુંબઇઃ ફિલ્‍મ અભિનેતા અમિતાભ બચ્ચન અને આમિર ખાનની ફિલ્‍મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન કમાણીમાં બાહુબલી-૨ને પણ પાછળ રાખી દે તેવી ચર્ચા જોર પકડ્યું છે.

બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' 7 નવેમ્બરનાં રોજ ભારત અને ચીનમાં રિલીઝ થવા જઇ રહી છે. જી હાં, મેકર્સે આમિરની ફિલ્મની પોપ્યુલારિટી જોઇને આ નિર્ણય કર્યો છે.

જાણકારોનું માનીયે તો મેકર્સ ચીનમાં પણ ફિલ્મ પ્રમોશનલની ઇવેન્ટ ગોઠવશે. જેમાં આમિર ખાન, અમિતાભ બચ્ચન, કેટરિના કૈફ અને ફાતિમા સના શેખ શામેલ રહેશે.

જાણકારોનું માનીયે તો આ પ્રમોશનલ ટૂર દરમિયાન ફિલ્મનું એક સોન્ગ પણ રિલીઝ કરવામાં આવશે. જેને કારણે ટ્રેડ એનાલિસ્ટે આ ફિલ્મની કમાણીને લઇને મુલ્યાંકન કરવાનું શરૂ કરી દીધુ છે. ફિલ્મ ક્રિટિક્સની માનીયે તો ભારતમાં ફિલ્મનું કલેક્શન 600 કરોડ સુધી પહોંચી શકે છે જ્યારે ચીનમાં આ ફિલ્મની કમાણી 1000 કરોડ સુધી પહોંચવાની આશઆ છે.

આ રીતે વિદેશનાં અન્ય દેશોમાં ફિલ્મ 400 કરોડની આસ પાસનો બિઝનેસ કરે તેવી પણ આશા છે. જેથી ફિલ્મની કમાણી 2000 કરોડ સુધી પહોંચી જાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આપને જણાવી દઇએ કે જો આ આંકડા ખરેખરમાં સાચા ઠરશે તો આમિરની ફિલ્મ 'બાહુબલી-2'ને પાછળ છોડી દે તેવી પુરેપુરી શક્યતાઓ છે. હવે જોવું એ રહેશે કે 'બાહુબલી-2' સાથે જેની સરખામણી થઇ રહી છે તે આમિર અને અમિતાભ બચ્ચનની ફિલ્મ દર્શકોને કેટલી પસંદ પડે છે.

(6:07 pm IST)