Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ઍક્ટર હંમેશાં એક્સપરિમેન્ટ્સ કરવા માટે તૈયાર હોય છે: પ્રાચી દેસાઈ

મુંબઈ: પ્રાચી દેસાઈનું કહેવું છે કે ઍક્ટર હંમેશાં એક્સપરિમેન્ટ્સ કરવા માટે તૈયાર હોય છે. મોટા ભાગે ફિલ્મોમાં ગર્લ નેક્સ્ટ ડોર અને સ્વીટ છોકરીની ભૂમિકા ભજવનારી પ્રાચી હવે ડાર્ક અર્બન ફૅન્ટસી ફિલ્મ ‘કોશા’માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તે સિંગર-રૉક સ્ટારનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મમાં પ્રાચીના જીવનની ડાર્ક સ્પેસ વિશે વાત કરવામાં આવશે. આ ફિલ્મ દ્વારા શું તે પોતાની ઇમેજ બદલવા માગે છે એ વિશે પૂછતાં પ્રાચીએ કહ્યું હતું કે ‘દરેક ફિલ્મની સ્ક્રિપ્ટની ડિમાન્ડ અલગ હોવાથી ઇમેજ ચેન્જનો સવાલ જ નથી આવતો. ‘કોશા’ની સ્ક્રિપ્ટ સાંભળતાં જ એ મારા દિલને સ્પર્થી ગઈ હતી. ઍક્ટર હંમેશાં અલગ ફિલ્મોને લઈને એક્સપરિમેન્ટ્સ કરવા તૈયાર હોય છે. દરેક ફિલ્મ તમારી પાસેથી કોઈ ડિમાન્ડ કરતી હોય છે. ‘કોશા’માં મને એકસાથે ઘણુંબધું કામ કરવાની તક મળી જેમ કે ઍક્શન, રૉક સ્ટાર બનવું અને મારા હેર પર્પલ કરવા વગેરે.’

(5:51 pm IST)