Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

પ્રિયંકા ગાંધીનો રોલ ભજવશે અહાના કુમરા

મુંબઇ:  લીપસ્ટીક અન્ડર માય બૂરખા જેવી બિનપરંપરાગત ફિલ્મ કરનારી અભિનેત્રી અહાના કુમરા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની પુત્રી િ પ્રયંકા ગાંધીનો રોલ કરવા માટે સાઇન કરાઇ હોવાની માહિતી મળી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘ વિશે પ્રગટ થયેલી અને હિટ નીવડેલી નવલકથા ધી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર પરથી હાલ એક ફિલ્મ બની રહી છે. એમાં સિનિયર અભિનેતા અનુપમ ખેર મનમોહન સિંઘગનો રોલ કરી રહ્યા છે. અન્ય મહત્ત્વનો રોલ અક્ષય ખન્ના કરી રહ્યો છે. એ પોલિટિકલ કોમેન્ટેટર સંજય બારુનો રોલ કરવાના છે. 'હા, આ વાત સાચી છે. મને પ્રિયંકા ગાંધીના રોલ માટે પસંદ કરાઇ છે'  એમ જણાવતાં અહાનાએ કહ્યું કે હાલ મારા દેખાવ અંગે વિવિધ પ્રકારના મેકપ અને ગેટપ વિચારાઇ રહ્યા છે. એકવાર મારો લૂક ફાઇનલ થઇ જાય ત્યારબાદ અમે શૂટિંગ શરૃ કરીશું. આ ફિલ્મના મોટા ભાગનાં પાત્રો વાસ્તવિક જીવનમાં હાજર છે એટલે લૂક સચોટ હોય એ જરૃરી જ નહીં, અનિવાર્ય પણ છે.
 

(5:54 pm IST)