Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ઠગ્સ ઑફ હિન્દુસ્તાનનો પોતાનો ફોટો શેયર કર્યો ફાતિમાએ

મુંબઈ: આશાસ્પદ અભિનેત્રી ફાતિમા સના શેખે ઇન્સ્ટાગ્રામ પર પોતાની આગામી ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાનનો એક સરસ ફોટો શૅર કર્યો હતો. ચમકતા પીળા રંગના પોષાકમાં કપાળ પર ટચૂકડી બિંદી સાથેનો આ ફોટોગ્રાફ એના પાત્રને સરસ રીતે રજૂ કરતો હતો. યશ રાજની આ ફિલ્મમાં એ પોતાના ગૉડફાધર આમિર ખાન અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને કેટરિના કૈફ સાથે ચમકી રહી છે. માત્ર બીજી ફિલ્મ હોવા છતાં અમિતાભ બચ્ચન સાથે ચમકવા મળ્યું એથી એ ઉત્તેજિત છે. આ ફિલ્મનું નિર્દેશન વિજય કૃષ્ણ આચાર્ય કરી રહ્યા છે. હાલ ફાતિમા રાજસ્થાનના જોધપુર શહેરમાં આ ફિલ્મનંુ શૂટિંગ કરી રહી છે. ૨૦૧૬માં દંગલ ફિલ્મ કર્યા બાદ આમિર ખાન સાથે આ એની બીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં એનો મુખ્ય રોલ હોવાનું કહેવાય છે. જો કે પોતાની આગવી પરંપરા મુજબ યશ રાજે આ ફિલ્મની સ્ટોરીલાઇન હજુ જાહેર કરી નથી. પરંતુ આ ફિલ્મ વિશે સારી એવી ઉત્સુકતા ચારે મુખ્ય કલાકારોના ચાહકોમાં જોવા મળી રહી છે. થોડા સમય અગાઉ ફિલ્મના કેટલાક ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડિયા પર ફરતા થઇ જતાં આમિર ખાને સેટ પર મોબાઇલ ફોન લઇ જવા પર પ્રતિબંધ લદાવ્યો હતો.
 

(5:49 pm IST)