Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

અભિનેત્રી ચિત્રાંગદા સિંહ બની નિર્માત્રી: જાણો કઈ છે એ ફિલ્મ

મુંબઈ: બોલીવુડની જાણીતી અભિનેત્રી ચિત્રાંગદા સિંહ હવે નિર્માણ ક્ષેત્રે પોતાની આવડત રજૂ કરાવવા જઈ રહી છે. ચિત્રાંગદા અત્યારે તો ફિલ્મ સાહેબ બીવી ઓર ગેંગસ્ટર3 ની શૂટિંગમાં કરી રહી છે. આ ઉપરાંત તે એક ટીવી શૉમાં જજ પણ કરી રહી છે. ચિત્રાંગદા સિંહ હોકી પ્લેયર સંદીપ સિંહની બાયોપીકનું નિર્માણ કરવાની છે. આ ફિલ્મનું નામ સૂરમાં છે. જેમાં દિલજિત દોસાંઝ અને તાપસી પન્નુ મુખ્ય ભૂમિકામાં નજરે પડે છે. આ વિષે ચિત્રાંગદાએ કહ્યું કે હું કોઈ પણ કામ વિચાર્યા વગર નથી કરતી મેં સંદીપ સિંહ સાથે મુલાકાત પછી આ ફિલ્મના નિર્માણ કરવાનો વિચાર કર્યો હતો.

(5:47 pm IST)