Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ડીસ્કવરીના MAN V/S WILD શોમાં ગીરના સાવજો સાથે અમિતાભ બચ્ચન દેખાશે ?

શૂટીંગ માટે બેઅર ગ્રીલ્સની ટીમે મંજુરી માંગીઃ માર્ચ મહિનામાં શૂટીંગ થવાની શકયતા

રાજકોટ, તા. ૧૯ :. ડીસ્કવરી ચેનલ ઉપરથી પ્રસારીત થતા ખૂબ જ જાણીતા શો MAN V/S WILD ઉપર ગીરના સિંહો અને અમિતાભ બચ્ચન જોવા મળશે.

સાસણમાં ગીર નેશનલ પાર્કમાં શૂટીંગ માટે બેઅર ગ્રીલ્સની ટીમે મંજુરી માંગી છે. ગુજરાત સરકારની મંજુરી બાદ માર્ચ મહિનામાં આ શો નુ ગીરના જંગલમાં શૂટીંગ થાય તેવી શકયતા છે. આ સમાચાર સોશ્યલ મીડીયામાં ભારે વાયરલ થયા છે.

૪૫ મીનીટનું શૂટીંગ દોઢ દિવસમાં પૂર્ણ કરવા માટે ટીમ કાર્યરત છે અને લોકેશન પણ ફાઈનલ થઈ ગયાનું જાણવા મળ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ શોમાં અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ મહેમાન બની ચૂકયા છે.

દરમિયાન જુનાગઢના અકિલાના પ્રતિનિધિ વિનુ જોશીએ જણાવ્યું હતું કે આ અંગે જુનાગઢ તંત્ર પાસે કોઇ માહીતી નથી પરંતુ રાજય સરકાર પાસે આ શો માટે મંજુરી માંગવામાં આવી હોવાનું ચર્ચાઇ રહયુ઼ છે.

(3:59 pm IST)