Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ફાતિમાએ ખાસ તાલિમ લીધી

બ્લોકબસ્ટર ફિલ્મ દંગલમાં હરિયાણાની પહેલવાનની ભુમિકા થકી લોકપ્રિય થયેલી અભિનેત્રી ફાતિમા સના શેખ હાલમાં તેની નવી ફિલ્મ 'સૂરજ પે મંગલ ભારી'માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તે મરાઠી યુવતિનો રોલ નિભાવી રહી છે. તેની સાથે ફિલ્મમાં મનોજ વાજપેયીઅને સુપ્રિયા પિલગાંવકર પણ મુખ્ય રોલમાં છે. મનોજે ઇંસ્ટાગ્રામ પર એક તસ્વીર પોસ્ટ કરી હતી. જેમાં તેની સાથે બંને અભિનેત્રી સના અને સુપ્રિયા મહારાષ્ટ્રની લોકપ્રિય સાડી પહેરીને ઉભેલી દેખાય છે. ફાતિમાએ આ ફિલ્મના શુટીંગમાં ભાગ લેતાં પહેલા પોતાને મરાઠી યુવતિના પાત્રમાં ઢાળવા માટે ખુબ મહેનત કરી હતી. શારીરિક ઢંગ, હાવભાવ માટે તાલિમ લીધી હતી. ફિલ્મના નિર્દેશક અભિષેક શર્માએ કહ્યું હતું કે અમારે એક બેવડા ચરિત્ર માટે એવી અભિનેત્રીની જરૂર હતી જે સહજતાની સાથે રહસ્યમય ભુમિકા પણ નિભાવી શકે. આ માટે ફાતિમાને પસંદ કરી હતી. ફિલ્મ નેવુના દસકના મુંબઇ પર આધારીત છે. ફિલ્મમાં દિલજીત દોસાંઝ પણ છે.

(10:00 am IST)