Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

કારકિર્દીને નવી દિશા મળી છેઃ રવિ દુબે

અભિનેતા રવિ દુબે બાર વર્ષથી ટીવી પરદે કામ કરી રહ્યો છે. અનેક સુપરહિટ શો તેના નામ પર છે. આ કારણે જ તે ઘર ઘરમાં જાણીતો છે.  સાસ બીના સસુરાલ, પરવરીશ, નચ બલીયે,  બૂગીવૂગી, જમાઇ રાજા, કુબૂલ હૈ, કુમકુમ ભાગ્ય સહિતના શોએ તેને ઓળખ અપાવી હતી. પરંતુ રવિએ કબુલ્યું છે કે વેબ સિરીઝ  'મત્સ્યકાંડ'ને કારણે મારી કારકિર્દીને નવી દિશા મળી છે. આ વેબ-શોનો મારો રોલ મારા દિલની ખુબ નજીક બની ગયો છે. આ શોને ૧૦૦ મિલ્યન વ્યુઝ મળ્યા છે. રવિ દુબે આ શોમાં મત્સ્ય થડાના રોલમાં છે જે લોકોને ફસાવીને ગાયબ થઈ જાય છે. જ્યારે એસીપી તેજરાજ સિંહની ભૂમિકા રવિ કિશને ભજવી છે. રવિ કહે છે મત્સ્યકાંડે મને એક એકટર તરીકે પડકાર આપ્યો હતો. એ પાત્રમાં હું શારીરિક માનસિક અને લાગણીની દ્રષ્ટીએ ઓતપ્રોત થઇ ગયો હતો. અગાઉ કદી પણ મેં આવુ કામ કર્યુ નહોતુ. શોને મળેલા જબરદસ્ત આવકારથી હુંખુશ છું. આ ખુશી વ્યકત કરવા માટે મારી પાસે શબ્દો નથી. ગયા વર્ષનો અંત મારા માટે ખુબ જ સારો રહ્યો છે.

(9:49 am IST)