Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ડોકટર શું હોય એ હું સમજી શકીઃ કીર્તિ

કીર્તિ કુલ્હારી અભિનય ક્ષેત્રે એક દસકાથી વધુ સમયથી કામ કરી રહી છે. તેણે ૨૦૧૦માં ખીચડી-ધ મૂવીમાં પરમિન્દરનો રોલ નિભાવ્યો હતો. તેને વધુ ઓળખ વેબ સિરીઝને કારણે મળી છે તેમ કહેવામાં ખોટુ નહિ ગણાય. હવે તેની સિરીઝ હ્યુમન આવી રહી છે. જેમાં તેણે ડોકટરનો રોલ નિભાવ્યો છે. કીર્તિએ ડો. સાયરા સબરવાલનું પાત્ર આ સિરીઝમાં ભજવ્યું છે. તેનું કહેવું છે કે આ રોલને કારણે હું ડોકટરને અલગ રીતે જોઇ શકી છું. આ પાત્ર હું ભજવી રહી હતી ત્યારે ડોકટરના કેવા વિચાર હોય છે એ હું જાણી શકી હતી. ડોકટર હોવું એ ખરેખર શું હોય છે એ હું જાણી શકી હતી. કોઇનું દુઃખ દૂર કરવા માટે પોતાનું વિચાર્યા વગર સામેની વ્યકિતની નિઃસ્વાર્થ ભાવે મદદ કરવી એ ડોકટર. આ વાત હું સમજી હતી. છેલ્લે કીર્તિ ક્રિમીનલ જસ્ટીસ, ધ ગર્લ ઓન ધ ટ્રેન, શાદીસ્તાનમાં જોવા મળી હતી.

 

(9:49 am IST)