Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

'પુષ્પા'ની સફળતા બાદ અલ્લુ અર્જુન અને પૂજા હેગડેની 'વૈકુંઠ પુરમુલુ'ને ૨૬ જાન્યુઆરીએ હિન્દીમાં કરાશે રિલીઝ

મુંબઇ,તા. ૧૯ : અલ્લુ અર્જુન અને પૂજા હેગડેની 'વૈકુંઠ પુરમુલુ'ને હવે હિન્દીમાં ડબ કરીને ૨૬ જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની 'પુષ્પાઃ ધ  રાઇઝ પાર્ટ ૧' લોકોને ખૂબ પસંદ પડી રહી છે. 'વૈકુંઠ પુરમુલુ'૨૦૨૦ની ૧૨ જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. હવે એની હિન્દી રીમેક 'શહઝાદા'બની રહી છે. એ ફિલ્મમાં કાર્તિક આર્યન અને ક્રિતી સેનન જોવા મળશે. એનું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે. હવે એ જોવું રહ્યું કે હિન્દીમાં ડબ કરાયેલી 'વૈકુંઠ પુરમુલુ'લોકોને કેટલી આકર્ષિત કરી શકે છે. કોરોનાને કારણે ઘણાં રાજયોમાં ફકત પચાસ ટકા કેપેસિટીની મંજૂરી છે. આથી આ ફિલ્મ કેટલો બિઝનેસ કરે એ તો જોવું રહ્યું, પરંતુ સાઉથની ફિલ્મો ભારતભરમાં ખૂબ જ બિઝનેસ કરી રહી છે.

(9:48 am IST)