Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

ફિલ્મ 'તખ્ત'માટે હોર્સ રાઇડિંગ શીખી રહ્યો છે વિકી કૌશલ

મુંબઈ: બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ તેની આગામી ફિલ્મ તખ્ત માટે ઘોડેસવારી શીખે છે. બોલિવૂડ ફિલ્મ નિર્માતા કરણ જોહર મલ્ટિસ્ટારર ફિલ્મ 'તખ્ત' બનાવી રહ્યા છે. ફિલ્મમાં વિકી કૌશલ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યો છે, તેણે તેની ફિલ્મ માટેની તૈયારી શરૂ કરી દીધી છે.તેણે તેની તૈયારીની ઝલક ઇન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કરી છે. તેણે તેની શરૂઆત ઘોડા સવારીથી કરી હતી અને તેણે તેની એક ઝલક ચાહકો સાથે પણ શેર કરી હતી.વિકીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાના ઘોડાને કંઇક ખવડાવતો જોવા મળી રહ્યો છે અને તે પણ જબરદસ્ત હેન્ડસમ બતાવી રહ્યો છે. વિકી તેની ફિલ્મ માટે ઘોડેસવારીની તાલીમ લઈ રહ્યો છે.

(5:01 pm IST)