Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

'ટોટલ ધમાલનુ પોસ્ટર આવ્યું સામે

મુંબઈ: અજય દેવગન, માધુરી દીક્ષિત, અનિલ કપૂર, જાવેદ જાફરી જેવા ધમાકેદાર કલાકાર જ્યારે એક જ ફ્રેમમાં જોવાય ત્યારે સમઝી લેવાનું કે માત્ર ‘ધમાલ’ નહિ પરંતુ ‘ટોટલ ધમાલ’ થવા જઈ રહી છે. જી, હાં તમે એકદમ ઠીક સમઝ્યા છો. અજય દેવગનથી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટોટલ ધમાલ’નું નવું અને જોરદાર પોસ્ટર સામે આવ્યું છે. આ પોસ્ટરમાં ફિલ્મના કલાકારો સિવાય તેનું ટ્રેલર ક્યારે રિલીઝ થશે તે વિશે પણ માહિતી આપવામાં આવી છે. જે થોડા દિવસો બાદ લોકોને જોવા મળશે. આજે અજય દેવગને તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર આ ફિલ્નું પોસ્ટર પોસ્ટ કર્યું છે. આ પોસ્ટરમાં ફિલ્મની પૂરી સ્ટારકાસ્ટ દેખાઈ રહી છે. આ સાથે અજયે પોસ્ટરમાં ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટની માહિતી પણ આપી છે. આ ફિલ્મનું ટ્રેલર 21મી જાન્યુઆરી એટલે કે સોમવારે રિલીઝ થશે. કોમેડી ફિલ્મો પસંદ કરનારાઓ અને અજય દેવગનના ફેંસ માટે આ એક મોટી સરપ્રાઇઝ છે. ટોટલ ધમાલના પોસ્ટરમાં અજય દેવગન, માધુરી દીક્ષિત, અનિલ કપૂર, જોની લીવર, અરશદ વારસી , જાવેદ જાફરી, રિતેશ દેશમુખ અને સંજય મિશ્રા નજરે આવી રહ્યાં છે. તેથી સ્પષ્ટ છે કે આ ફિલ્મ તમને ખૂબજ હસાવશે અને હસવી હસાવીને લોટપોટ કરી નાંખશે.

 

(5:01 pm IST)