Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

પતિ નિક જોનાસે પ્રિયંકાને ગિફ્ટ કર્યો આટલા કરોડનો બંગલો....

મુંબઇ:  પ્રિયંકા ચોપરાએ વિદેશી બલમા  સાથે લગ્ન કરીને ઠરીઠામ થઇ ગઇ છે. પતિ નિક જોનાસે પત્ની પ્રિયંકા માટે લોસ એન્જલસમાં ખાસ વિલા બનાવ્યું છે.  સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, પ્રિયંકા ચોપડા માટે નિક જોનાસે લોસ એન્જલસમાં એક મેન્શન બનાવ્યું છે. આ મેન્શન નિકે પ્રિયંકાને લગ્ન પહેલાં જ ભેટ આપ્યું હતું. એક રિપોર્ટના અનુસાર આની કિંમત રૂપિયા ૪૬ કરોડ જેટલી થાય છે. આ મેન્સનમાં એક મોટો સ્વિમિંગ પુલ અને પાંચ બેડરૂમ છે. સોથી વધુ આકર્ષક તેની ટેરેસ છે જેમાં વુડન વર્ક કરવામાં આવ્યું છે. પ્રિયંકાના કામકાજની વાત કરીએ તો હાલ તે હોલીવૂડ અને બોલીવૂડ બન્ને પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. 

(5:00 pm IST)