Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

ફરીથી પરદા પર સાથે દેખાશે અજય અને કાજોલ

અજય દેવગણ અને કાજોલની જોડીને પરદા પર જોવી તેના ચાહકોને ખુબ પસંદ છે. આ બંને ફરી એકવાર સાથે આવી રહ્યા છે. જો કે ફિલ્મમાં નહિ પણ એક જાહેર ખબરમાં સાથે દેખાશે. અજય અને કાજોલે આ વર્ષના પ્રારંભે રાજ્ય સરકારની પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવતી અપિલની એડમાં ભાગ લીધો હતો. આ અભિયાનને આગળ વધારવા ફરીથી અજય અને કાજોલ સાથે આવ્યા છે. ૧૪મીએ આ એડનું શુટીંગ થઇ ગયું છે. અજય હાલમાં ટોટલ ધમાલ તથા તાનાજી ધ અનસંગ વોરિયરના કામમાં વ્યવસ્ત છે. આ ઉપરાંત તેની તબ્બુ અને રકુલપ્રિત સિંહ સાથેની દે દે પ્યાર દે પણ આગામી ૧૫મી માર્ચના રિલીઝ થવાની હોઇ તેના પ્રમોશનો પણ પ્રારંભ કરવાનો છે. કાજોલને લઇને અજયે હેલિકોપ્ટ ઇલા બનાવી હતી. આ ફિલ્મ દર્શકોને પસંદ આવી હતી.

(1:07 pm IST)