Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ 'પિંક' ની તમિલ રીમેક બનાવશે બોનીકપુર ;શૂટિંગ શરૂ

શ્રીદેવીની ઇચ્છાનુસાર અજિત કુમાર લીડ રોલ પ્લે કરશે

મુંબઈ :લગભગ બે વર્ષ અગાઉ રિલીઝ થયેલી અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ 'પિંક'ની તમિલ રિમેક બનાવવા જઇ રહ્યા છે. જેનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. બોની કપૂર આ રિમેક બનાવી રહ્યા છે. આ તમિલ ઇન્ડસ્ટ્રીમાં તેની પેહલી ફિલ્મ છે.

 આ અનટાઇટલ્ડ પ્રોજેક્ટમાં અજિત કુમાર લીડ રોલ પ્લે કરશે. આ ફિલ્મ આવતા વર્ષે 1 માર્ચે રિલીઝ થશે. બોનીએ આ વિશે એનાઉન્સમેન્ટ કરતા જણાવ્યું કે, અજિત તેના પ્રોડક્શનની કોઈ ફિલ્મમાં કામ કરે તેવી ઇચ્છા શ્રીદેવીએ વ્યક્ત કરી હતી.

(12:47 am IST)