Gujarati News

Gujarati News

News of Monday, 18th December 2017

સાઉથ આફ્રિકામાં ફેમેલી સાથે હોલીડે એન્જોય કરી રહી છે પ્રીતિ ઝીંટા

મુંબઈ: પ્રીતિ ઝીંટાતેના પતિ જીન ગુડઈનફ અને ફેમિલી ફ્રેન્ડસ સાથે વેકેશન એન્જોય કરી રહી છે. પ્રીતિ ઝીંટા તેના ફર્સ્ટ ફેમિલી હોલિડે પર સાઉથ આફ્રિકામાં છે. પ્રીતિ ઝીંટાએ ૨૮ ફેબ્રુઆરીએ યુએસ બેઝ તેના બોયફ્રેન્ડ જીન ગુડઈનફ સાથે મેરેજ કર્યા હતા. તેમના મેરેજની કોઈને ખબર પણ પડી નહોતી. જો કે, મુંબઈમાં આયોજિત તેમની રિસેપ્શન પાર્ટીના ઘણા ફોટોઝ જોવા મળ્યા છે જેમાં બોલિવુડની તમામ હસ્તીઓ સામેલ થઈ હતી.

તમને જણાવી દઈએ કે, લાંબા સમયથી પ્રીતિ બોલિવુડથી દૂર છે. મેરેજ પછી તે આઈપીએલના મેદાનમાં તો ઘણીવાર જોવા મળી છે પરંતુ સિલ્વર સ્ક્રીન પર જોવા મળી નથી. ટૂંક સમયમાં પ્રીતિ સની દેઓલની સાથે તે ‘ભૈયાજી સુપરહિટ’ માં નજર આવશે.રીપોર્ટસ મુજબ પ્રીતિ લગભગ એક વર્ષથી અમેરિકાનાં જીન ગુફઈનફને ડેટ કરી રહી હતી. જીન ૩૦ વર્ષના છે અને લોસ એન્જેલસમાં રહે છે. તે ફાયનાન્શિયલ એનાલીસ્ટ તરીકે કામ કરે છે.

(8:54 pm IST)