Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

નવાઝુદ્દીન અને રાધિકા આપ્ટેની જોડી ફરીવાર રૂપેરીપદડે દેખાશે

હની ત્રેહાને પોતાની આગામી ફિલ્મ માટે આ જોડીને લેવાનો નિર્ણય કર્યો

 

મુંબઈ :નિર્દેશકમાંથી ફિલ્મ નિર્માતા બનેલા હની ત્રેહાને પોતાની આગામી ફિલ્મ માટે રાધિકા આપ્ટે અને નવાજુદ્દીન સિદ્દીકીને લેવાનો નિર્ણય કર્યો છે. બંનેની જોડી પહેલા પણ બે ફિલ્મમાં સાથે કામ કરી ચુકી છે. હવે ત્રીજી વખત સાથે કામ કરનાર છે.

  બંને અગાઉ શ્રીરામ રાધવનની ફિલ્મ બદલાપુરમાં સાથે દેખાયા હતા. ફિલ્મ વર્ષ ૨૦૧૫માં રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ કેતન મહેતાની બાયોગ્રાફિકલ ફિલ્મ માન્ઝીમાં પણ બન્ને સાથે નજરે પડ્યા હતા. ફિલ્મ પણ લોકોને પસંદ પડી હતી. હની ફિલ્મ માટે યોગ્ય અભિનેત્રીની શોધ કરી રહ્યા હતા. કેટલીક સ્ટાર સાથે વાત કરવામાં આવી હતી

  હનીના કહેવા મુજબ તેમની ફિલ્મ માટે રાધિકા આપ્ટે બિલકુલ ફિટ બેસે છે. ફિલ્મનુ નામ હાલમાં રાત અકેલી રાખવામાં આવ્યુ છે. હની ત્રેહાન અગાફ મકબુલ, ઓમકારા અને સાત ખુન માફ જેવી ફિલ્મોમાં વિશાળ ભારદ્ધાજની મદદમાં રહી ચુક્યા છે.

(12:05 am IST)