Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

નીના ગુપ્તાના મતે 'પુરૂષોને વધારે પડતુ મહત્વ આપવું તેમની જિંદગીની સૌથી મોટી ભૂલ

મુંબઈ:વીતેલા સમયની પ્રસિદ્ધ અભિનેત્રી નીના ગુપ્તાએ કેટલાક સમય પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને સૌને ચોંકાવી દીધા હતા. આ પોસ્ટમાં નીના ગુપ્તાએ ખુલીને બોલીવુડમાં કામ ન મળવાની વાત કબુલી હતી. સાથે સાથે કામ પણ માંગ્યુ હતુ. આ પોસ્ટ પછી નીનાને સતત કામ મળી રહ્યુ છે. ગુરૂવારે રિલીઝ થતી તેની ફિલ્મ ‘બધાઈ હો’માં એક ખુબજ મજેદાર રોલ નિભાવી રહી છે. આવામાં નીના ગુપ્તાનું કહેવુ છે કે પુરૂષોને વધારે પડતુ મહત્વ આપવું તેમની જિંદગીની સૌથી મોટી ભુલ હતી. આજ કારણે તેમનુ ધ્યાન ભટકીને કેરિયર પરથી હટી ગયુ હતુ. તેમજ પાર્ટનરની શોધમાં કેન્દ્રિત થયુ હતુ.ખાનદાન, ભારત એક ખોજ, સાંસ જેવા ટીવી શોમાં તેમજ વો છોકરી, ગાંધી એવં મુહાફિઝ જેવી ફિલ્મોમાં દમદાર અભિનયનો જાદુ પાથર્યો હતો. નીનાએ કહ્યુ કે સારો સંબંધ ટકાવી રાખવા ની ઇચ્છાના કારણે તેમણે ખુબજ સમાધાન કર્યા. આપને જણાવી દઈએકે 80ના દાયકામાં નીના ગુપ્તાનો સંબંધ વેસ્ટ ઈન્ડીઝના પૂર્વ ક્રિક્ટર વિવિયન રિચર્ડસ સાથે હતો. ત્યારબાદ નીનાએ રિચર્ડની પુત્રી મસાબાને જન્મ આપ્યો હતો. નીનાએ અફસોસ વ્યક્ત કરતા કહ્યુ કે હું હંમેશા સારૂ કામ કરવાની ઈચ્છા રાખતી હતા, દમદાર ભૂમિકાઓ નીભાવવા ઇચ્છતી હતી, પણ હવે જ્યારે પાછળ ફરીને જોઉ છુ તો અફસોસ થાય છે કે મે મારી લાઈફમાં કેટલાક એવા નિર્ણય લીધા જેનો આજીવન પસ્તાવો રહેશે. મારા જીવનમાં પુરૂષોને એટલું મહત્વ આપ્યુ કે તેઓજ મારી પ્રાથમિક્તા બની ગયા. મે મારી કેરિયર પર ધ્યાન ફોકસ ન કર્યુ જેનો હવે મને વસવસો થાય છે. મહિલાઓએ પોતાની લાઈફમાં પુરૂષોને એટલી બધી પ્રાથમિકતા ન આપવી જોઈએ કે જેનાથી તેની કેરિયર પર દાંવ લાગે. સરેરાશ નુકસાનતો મહિલાઓને જ થાય છે.

 

(5:01 pm IST)
  • સબરીમાલાના કપાટ ખુલ્યા :'પ્રતિબંધિત વય મર્યાદાવાળી કોઈપણ મહિલા નહિ કરી શકી ભગવાન અયપ્પાના દર્શન :પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને સબરીમાલા સંરક્ષણા સમિતિએ આજ મધ્યરાત્રીથી 24 કલાકની હડતાલ શરૂ કરવા આહવાન કર્યું access_time 8:53 am IST

  • જખૌ નજીકથી ભારતીય જળસીમામાંથી ત્રણ બોટ સાથે 18 માછીમારોનું અપહરણ :પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ બોટ પર ફાયરિંગ કરીને માછીમારોનું કર્યું અપહરણ :માછીમારોમાં ભારે રોષ access_time 11:43 pm IST

  • #MeToo ના આરોપ બાદ કેન્દ્રીય મંત્રી એમ.જે. અકબરે આપ્યું રાજીનામું : 20 જેટલી મહિલાએ લગાવ્યો હતો આરોપ : મને કાયદા પર પૂરો ભરોસો છે, મારા પર ખોટા આરોપો લગાવ્યા છે - એમ.જે. અકબર access_time 6:35 pm IST