Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

રાની મુખર્જીને મારા લીધે 'કુછ કુછ હોતા હૈ' ફિલ્મ મળી: ટવિન્કલ ખન્ના

મુંબઈ:શાહરુખ ખાન, કાજોલ અને રાની મુખર્જી સ્ટારર ફિલ્મ કુછ કુછ હોતા હૈને ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. ફિલ્મના ડાયરેક્ટર-પ્રોડયુસર કરણ જોહરે આ ફિલ્મના બે દાયકા પૂર્ણ થવા પ્રસંગે ભવ્ય ઉજવણીનુ આયોજન કર્યુ હતું. આ ખાસ પ્રસંગે ફિલ્મની સ્ટારકાસ્ટ અને ધર્મા પ્રોડક્શનની ટીમ ઉપરાંત ટ્વિન્કલ ખન્ના, અભિષેક બચ્ચન, શ્વેતા બચ્ચન, જ્હાન્વી કપુર, ઈશાન ખટ્ટર, સિદ્ધાર્થ મલ્હોત્રા, મનીષ મલ્હોત્રા, આલિયા ભટ્ટ, વરુણ ધવન, ફરીદા જલાલ સહિતની સેલિબ્રિટી હાજર રહી હતી. આપને જણાવી દઈએ કે, કુછ કુછ હોતા હૈમાં રાની મુખર્જીનો રોલ કરણ જોહરે ટ્વિન્કલ ખન્ના માટે લખ્યો હતો, પરંતુ ટ્વિન્કલે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. આ પ્રસંગે ટ્વિન્કલે ફિલ્મ સાથે સંકળાયેલ કેટલાક અનુભવ અંગે કહ્યુ કે, રાની મુખર્જીનું કરીયર મેં બનાવી દીધુ કારણકે તે રોલ મારા માટે હતો અને મેં ફિલ્મ છોડી દીધી હતી, જેથી રાનીની આ ફિલ્મમાં એન્ટ્રી થઈ અને તે છવાઈ ગઈ. ટ્વિન્કલે જણાવ્યુ કે, એક દિવસ મારી માતા (ડિમ્પલ કાપડિયા)એ મને પુછયુ કે તું જાણે છે ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં સૌથી ખાસ વાત કઈ છે. જવાબમાં મેં કહ્યુ કે ફિલ્મના ગીતો. મારી માતાએ કહ્યુ કે ગીતો નહીં, ફિલ્મની સૌથી સારી વાત એ છે કે તુ ફિલ્મમાં નથી.

(4:56 pm IST)