Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

‘ઠગ્‍સ ઓફ હિન્‍દોસ્‍તાન' : આમિરે જાહેર કર્યો ફિલ્‍મનો લોગો

આ ફિલ્‍મનું ટ્રેલર આ મહિનાની ૨૭ તારીખનાં રોજ રિલીઝ થશે : આ દિવસે યશ ચોપરાનો ૮૬મો જન્‍મદિવસ છે

મુંબઇ તા. ૧૮ : આમિર ખાનની ફિલ્‍મ ‘ઠગ્‍સ ઓફ હિન્‍દોસ્‍તાન' માટે તેનાં ફેન્‍સ ઘણાં સમયથી રાહ જોઇ રહ્યાં હતાં હવે આમિરનાં ફેન્‍સ માટે સારા સમાચાર છે. આ ફિલ્‍મમાં લોગોનાં મેકર્સે એક સુંદર વીડિયો બનાવ્‍યો છે આ ફિલ્‍મ સાથે જોડાયેલી પહેલી ઓફિશિયલ વસ્‍તુ છે જે તેમણે જાહેર કરી છે.

આમિર ખાનની ફિલ્‍મ ‘ઠગ્‍સ ઓફ હિન્‍દોસ્‍તાન' માટે લોકોમાં ખાસ પ્રકારનો ક્રેઝ જોતા મેકર્સે આ નિર્ણય કર્યો છે. હવે ધીરે ધીરે ફિલ્‍મ સાથે જોડાયેલી અન્‍ય ચીજો જાહેર કરવામાં આવશે. કારણ કે ફિલ્‍મની રિલીઝ ડેટ પણ નજીક આવી રીહ છે. મેકર્સે આ ફિલ્‍મનાં લોગોનો વીડિયો બનાવીને રિલીઝ કર્યો છે જેને આમિર ખાને પોતે ટ્‍વિટ કર્યો છે. આ ફિલ્‍મ ૮ નવેમ્‍બરનાં રોજ રિલીઝ થઇ રહી છે.

(10:02 am IST)