Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

પલક સાથે ફિલ્મમાં કામ કરવું છે શ્વેતાને

ટીવી પરદે પોતાની અદા અને ખુબસુરતીને કારણેજાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં પણ રહી છે. હાલમાં તે ખતરો કે ખિલાડીમાં ભાગ લેતી જોવા મળી છે. શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી પણ અભિનય કારકિર્દી શરૂ કરી રહી છે. તે ફિલ્મ રોઝીઃ ધ સેફ્રન ચેપ્ટર  નામની હોરર ફિલ્મ સાથે બોલીવુડમાં પ્રવેશ કરી રહી છે. શ્વેતાનું કહેવું છે કે પલક મારી કરતાં પણ વધારે સારી અભિનેત્રી છે. ચાલીસ વર્ષીય શ્વેતા પોતાની ફિટનેસને કારણે પણ જાણીતી છે. તેણે ઇચ્છા દર્શાવી હતી કે જો મને તક  મળશે તો હું પલક સાથે એકાદ ફિલ્મમાં પણ સાથે કામ  કરીશ. એ બહુ ઝડપથી અને સળરતાથી શીખી રહી છે. હું તો એને અભિનય કરતાં બસ જોતી જ રહી જાઉં છું અને લાગણીવશ પણ થઈ જાઉ છું. શ્વેતા બે દસકાથી ટીવ પરદે અભિનય કરી રહી છે.

(10:13 am IST)