Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

મને માત્ર મહિલા પ્રધાન ફિલ્મો કરવી નથી: કાજોલ

મુંબઇ: ટોચની અભિનેત્રી કાજોલે કહ્યું હતું કે મારે માત્ર નાયિકા પ્રધાન ફિલ્મો કરવી નથી. પાત્રોમાં અને કથામાં વૈવિધ્ય જળવાય એવી ફિલ્મો કરવામાં મને રસ છે.'મારી સમક્ષ એવી ઘણી ઑફર્સ આવી તી જેમાં નાયિકા પ્રધાન કથા હતી અને મને પૂછવામાં આવ્યુ હતું કે નાયિકા પ્રધાન ફિલ્મ છે. તમે કરશો કે ? મેં ના પાડી હતી. મને માત્ર નાયિકા પ્રધાન ફિલ્મો કરવામાં રસ નથી. વૈવિધ્ય જળવાવું જોઇએ' એેમ કાજોલે કહ્યું હતું.એણે કહ્યંુ કે મેં ઘણી સ્ક્રીપ્ટ્સ જોઇ હતી. સારું કથાનક હોય અને સ્ક્રીપ્ટ સારી હોય તો હું જરૃર વિચારું પરંતુ એેક સરખી બીબાંઢાળ સ્ક્રીપ્ટમાં મને રસ પડતો નથી૨૦૧૫માં શાહરુખ ખાનની દિલવાલે કર્યા પછી કાજોલે જરાય ઉતાવળ દાખવી નહોતી અને છેક હમણાં હેલિકોપ્ટર ઇલા ફિલ્મ કરી હતી જેમાં એક સિંગલ માતાની વાત હતી.કાજોલે કહ્યું કે પ્રદીપ સરકાર નિર્દેશિત ફિલ્મમાં માત્ર સિંગલ મધરની વાત નથી, પણ એક મહિલા તરીકે તમે શું છો   સવાલ પણ ઊઠાવાયો હતો. હું પેાતે પણ બે બાળકોની માતા બની ત્યારે મને સમજાયુબાપ એટલે શું ? બાળકને તમે શું આપવાના છો અને કેવી રીતે આપવાના છો ? સંજોગોમાં જનરેશન ગેપની વાત પણ આવી જાય છે. મને ફિલ્મ કરવામાં ઘણો આનંદ આવ્યો હતો.

 

 

(4:45 pm IST)