Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની ધામધૂમથી સગાઇ : સાંજે ભવ્ય પાર્ટી

મુંબઇ તા. ૧૮ : હોલિવૂડમાં ડંકો વગાડનાર બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાની સગાઈ અમેરિકન સિંગર બોયફ્રેન્ડ નિક જોનાસ સાથે થઈ રહી છે. પ્રિયંકાના મુંબઈ સ્થિત ઘરે સગાઈની ધામધૂમથી તૈયારીઓ ચાલુ થઈ છે. પ્રાપ્ત અહેવાલો મુજબ સગાઈને પગલે પૂજા અને રોકાની વિધિ આજે અભિનેત્રીના જુહૂ સ્થિત ઘરે યોજાશે જેમાં આ જોડી પારંપરિક ડ્રેસમાં સજ્જ જોવા મળ્યા હતા.  

એક પંડિત પણ પ્રિયંકાના બિલ્ડિંગમાં પ્રવેશતા જોવા મળ્યા હતા અને બે બેગ ભરીને મિઠાઈ પણ લઈ જવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રિયંકા જે બિલ્ડિંગમાં રહે છે તેમાં એક મિનિ ટેમ્પો દ્વારા કેટરિંગ અને ખાન-પાનની ચીજો પણ લઈ જવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ઘરના નજીકના લોકો જ સગાઈની વિધિમાં હાજર રહે તેવી શકયતા છે.

નિક ગુરૂવારે તેના પેરેન્ટ્સ ડેનિસી મિલર જોનાસ અને પોલ કેવિન જોનાસ સાથે મુંબઈ આવી પહોંચ્યો હતો. આ વખતે નિકના પેરેન્ટ્સના હાથમાં ટિફેની એન્ડ કંપની, કે જે લંડનની પ્રસિદ્ઘ જવેલેરી બ્રાન્ડ છે તેની એક બેગ જોવા મળી હતી.

પ્રિયંકાએ છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે  તેમને આવકાર્યા હતા. ગત રાત્રે આ કપલ હાથમાં હાથી નાંખીને જેડબલ્યુ મેરિયટ ખાતે જોવા મળ્યું હતું. પ્રિયંકા અને નિક સહ પરિવાર ડીનર પર ગયા હોવાની ચર્ચા છે. સગાઈ બાદ પ્રિયંકા અને નિક તેમના આમંત્રિત મહેમાનો માટે પાર્ટીનું આયોજન કરી શકે છે.(૨૧.૨૮)

 

(3:28 pm IST)