Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

લિટલ સિંઘમના માધ્યમથી એજયુકેશનનું મહત્ત્વ સમજાવ્યું હૃતિક રોશને

હૃતિક રોશને બાળકોને 'લિટલ સિંઘમ' દ્વારા શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું છે. ૧ર જુલાઇએ રિલીઝ થયેલી 'સુપર-૩૦'માં ગણીતશાસ્ત્રી આનંદકુમારના પાત્રમાં હૃતિક રોશન જોવા મળી રહ્યો છે. બાળકોમાં સૌથી લોકપ્રિય ટૂન કેરેકટર 'લિટલ સિંઘમ' છે. ડિસ્કવરી કિડ્સ પર 'લિટલ સિંઘમ' અને 'સુપર ૩૦'માં હૃતિક રોશનનો પ્રોમો ચલાવવામાં આવી રહ્યો છે. 'લિટલ સિંઘમ' વિશે હૃતિક રોશને કહ્યું હતું કે 'મને એ વાત ખૂબ ગમે છે કે 'લિટલ સિંઘમ' બાળકોમાં બહાદુરી અને રાષ્ટ્રવાદનાં મૂલ્યોનું સિંચન કરે છે. આશા રાખું છું કે 'લિટલ સિંઘમ' દ્વારા દેશભરનાં બાળકોને મેસેજ મળશે કે શિક્ષણ ખૂબ જરૂરી છે અને એના તરફ દુર્લક્ષ ન કરી શકાય. શિક્ષણ અને જ્ઞાન તમને બહાર જવા માટે અને તમારાં સપનાંને પૂરાં કરવા માટે સશકત બનાવશે.'

(11:41 am IST)