Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

રાઘવ, પુનિત અને ધર્મેશની રોમાન્ટીક કોમેડી ફિલ્મ

ડાન્સ રિયાલીટી શોમાં કામ કરી ચુકેલા

રોમાન્ટીક કોમેડી ફિલ્મ 'નવાબજાદે'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં અગાઉ ડાન્સ રિયાલીટી શોમાં કામ કરી ચુકેલા રાઘવ જુયાલ, પુનિત જે. પાઠક અને ધર્મેશ યેલાંડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરાયું છે જે લોકોને ગમ્યું છે. જેમાં દેખાડાયેલી કોમેડી લોકોને ખુબ હસાવશે. આ ફિલ્મની રાઘવ, પુનિત અને ધર્મેશના ચાહકો ખુબ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્રણ પાક્કા મિત્રોની આ કહાની છે. જે ત્રણેય એક જ છોકરીના પ્રેમમાં પડે છે. નવાબજાદેની સ્ટોરીમાં વણાંક ત્યારે આવે છે જ્યારે ત્રણેય એક જ યુવતિના ચક્કરમાં ફસાય છે. એ પછી એવી પરિસ્થિતિ પેદા થાય છે જે દર્શકોને હસવા માટે મજબુર કરશે. નવાબજાદેનું નિર્દેશન જયેશ પ્રધાને કર્યુ છે. તેણે અગાઉ બોલીવૂડના અનેક ગીતોની કોરીયોગ્રાફી કરી છે. ફિલ્મના નિર્માતા રેમો ડિસુઝા છે. ૨૭ જુલાએ ફિલ્મ રિલીઝ થશે.

(9:40 am IST)