Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

પ્રિયંકા ચોપરા બાથરોબ પહેરીને પંજાબી ધુન ઉપર ડાન્સ કરતી નજરે પડીઃ સોશ્યલ મીડિયામાં વીડિયો ૭૯ લાખથી વધુ લોકોએ જોયો

મુંબઇ: સમગ્ર દેશ હાલના સમયમાં કોરોના સંકટને કારણે લોકડાઉનમાં છે. આ દરમિયાન સામાન્ય પબ્લિકથી લઈને બોલિવુડ સ્ટાર્સ પણ પોતાના ઘરમાં કેદ છે. આ તાળાબંધીમાં આ સેલેબ્સ સોશિયલ મીડિયા પર ખાસ એક્ટિવ થઈ ગયા છે, અને જોરદાર તસવીરો અને વીડિયોઝ શેર કરી રહ્યાં છે. આ રેસમાં હવે પ્રિયંક ચોપડા પણ સામેલ થઈ ચૂકી છે.

પ્રિયંકાએ પોતાના અધિકારિક ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી એક વીડિયો શેર કર્યો છે. જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા બાથરોબ પહેરીને પંજાબી ધૂન પર ડાન્સ કરતી નજર આવી રહી છે. આ વીડિયોમાં પ્રિયંકાની હેરસ્ટાઈલે વધુ આકર્ષણ જગાવ્યુ છે. આ મજેદાર પોસ્ટને શેર કરીને એક્ટ્રેસે લખ્યુ છે કે, વિકેન્ડ પર ડાન્સ, હંમેશા કંઈને કંઈ હોય છે.

આ વીડિયોને અત્યાર સુધી 79 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. પ્રિયંકા ચોપરાની હેરસ્ટાઈલ પર વીડિયોમાં બહુ જ ચર્ચામાં રહી છે. લોકોએ આ વીડિયો પર ભરપૂર કોમેન્ટ પર કરી છે. એક યુઝરે લખ્યું છે કે, આપણા દેશનો આ કોહીનૂર હીરો છે, જેને વિદેશીઓએ મેળવી લીધો છે. તો અન્ય એક યુઝરે લખ્યું છે કે, આ કઈ હેરસ્ટાઈલ છે, માઉન્ટેન....

ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં પોતાના પ્રિન્ટેડ માસ્કને લઈને પ્રિયંકા ચર્ચામાં આવી હતી. તેણે એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, તે કેટલા દિવસો બાદ ઘરમાંથી બહાર નીકળી છે.

(5:32 pm IST)