Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

અમારો આખો પરિવાર રણવીર અને દીપિકાના લગ્નની રાહ જોઇ રહ્યો છેઃ સોનમ કપૂરે ઇન્‍ટરવ્‍યૂમાં રહસ્યનો ભાંડો ફોડ્યો

મુંબઇઃ ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીરસિંહના લગ્નની ભારે ચર્ચા વચ્‍ચે સોનમ કપૂરે બોલિવૂડના આ મોટા રહસ્યનો ભાંડો ફોડી નાખ્યો હતો.

હાલમાં સોનમ કપૂર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો હિસ્સો બની હતી. એક ચેનલને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં સોનમે રણવીર અને દીપિકાના લગ્નની ચર્ચા પર મજેદાર જ્વાબ આપ્યો હતો. આ મામલે સોનમે કહ્યું છે કે મને આશા છે કે બહુ જલ્દી તેમના લગ્ન થઈ જવા જોઈએ. અમારો આખો પરિવાર રણવીર અને દીપિકાના લગ્નની રાહ જોઈ રહ્યો છે. સોનમના આ નિવેદનથી બે વાતો સ્પષ્ટ થઈ ગઈ છે કે રણવીર-દીપિકા એકબીજા સાથે ડેટ કરી રહ્યા છે અને મીડિયામાં આવી રહેલા લગ્નની સમાચાર સંપૂર્ણ અફવા નથી. 

રણવીર અને દીપિકાની જોડી 'દીપવીર'ના નામે જાણીતી છે. હાલમાં જ દીપિકાના લગ્નના શોપિંગના સમાચાર આ્વ્યા હતા. છેલ્લે આ જોડી 'પદ્માવત'માં સાથે જોવા મળી હતી. જોકે તેમનો એકસાથે કોઈ સીન નહોતો. દીપિકા હાલમાં કાનથી પરત ફરી છે અને રણવીર 'ગલી બોય'ના શૂટિંગમાંથી ફ્રી થયો છે. 

(6:26 pm IST)