Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

કાજોલની આગામી ફિલ્મની રિલીઝ ડેટ નક્કી પણ ટાઇટલ ગોટાળે ચડ્યું

મુંબઇ: અભિનેત્રી કાજોલને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી પ્રદીપ સરકારની ફિલ્મની રિલિઝ ડેટ તાજેતરમાં જાહેર કરાઇ હતી પરંતુ હજુ ફિલ્મનું ટાઇટલ નક્કી નથી. કામચલાઉ રીતે આ ફિલ્મને ઇલા ટાઇટલ અપાયું હતું. આનંદ ગાંધીના સુપરહિટ નાટક બેટા કાગડો પર આ ફિલ્મ આધારિત છે. એમાંજાં કાજોલ મુખ્ય રોલ કરી રહી છે. માતા અને પુત્ર વચ્ચેની કથા ધરાવતી આ ફિલ્મમાં કાજોલના પુત્રનો રોલ તાજેતરમાં નેશનલ એવોર્ડ મેળવનારો બાળ કલાકાર રિદ્ધિ સેન ભજવી રહ્યો છે. પ્રદીપ સરકારે જાહેર કર્યું હતું કે આ ફિલ્મ ચાલુ વર્ષના સપ્ટેબરની ચોથીએ રજૂ કરવાની અમારી યોજના છે. હાલ ફિલ્મને કામચલાઉ ધોરણે ઇલા ટાઇટલ આપ્યું છે. નેહા ધૂપિયા આ ફિલ્મમાં નાટય શિક્ષિકાનો રોલ કરી રહી છે.

(5:04 pm IST)