Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ઓડિશન આપવું ખુબ ગમે છેઃ કૃતિકા

ટીવી શોમાં સફળતા મેળવ્યા બાદ કૃતિકા કામરાએ બોલીવૂડમાં અને વેબ સિરીઝમાં પણ પોતાની છાપ ઉભી કરી છે. કૃતિકાએ વેબ શો તાંડવમાં પણ નોંધપાત્ર કામ કર્યુ હતું. છેલ્લે તે બોમ્બે મેરી જાનમાં જોવા મળી છે. આ શોને અનેક ભાષામાં ડબીંગ કરી બસ્સો ચાલીસ દેશમાં સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો. કૃતિકાએ કારકિર્દીમાં અનેક જોખમ લીધા છે. તે કહે છે મને કોઇપણ ટીવી શો કે ફિલ્મ હોય કે પછી વેબ શો હોય તેના પાત્રો માટે ઓડિશન આપવું ખુબ ગમે છે. તે કહે છે આજે દુનિયા દરેક પ્રકારની ફિલ્મો, વેબ શો અને સિરીયલો

સરળતાથી ઉપલબ્ધ થઇ જાય છે. હવે સમય આવી ગયો છે કે ભારતીય ફિલ્મો અને વેબ શો આખી દુનિયા જુએ.  બોમ્બે મેરી જાન શોને અનેક ભાષામાં ડબીંગ કરવામાં આવ્યો છે.

(10:26 am IST)