Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

ઓસ્કાર લઈને રામ ચરણ આવ્યો સ્વદેશ : ચાહકોએ કર્યું ભવ્ય સ્વાગત

મુંબઈ: સાઉથ એક્ટર રામ ચરણનું હૈદરાબાદ આગમન પર તેમના ચાહકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્કરના મહિમામાં આનંદ અનુભવતા, RRR અભિનેતા શનિવારે બપોરે 1 વાગ્યે એક વિશેષ વિમાનમાં બેગમપેટ એરપોર્ટ પર ઉતર્યા. શુક્રવારે દિલ્હી પહોંચેલા રામ ચરણનું મોડી રાત્રે તેના ચાહકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અભિનેતા એરપોર્ટની બહાર નીકળ્યા કે તરત જ સેંકડો રાહ જોઈ રહેલા ચાહકોએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું. તેમણે રામ ચરણ પર પુષ્પોની વર્ષા કરી, જ્યારે અભિનેતાએ હાથ હલાવીને તેમનું અભિવાદન સ્વીકાર્યું. કેટલાક ચાહકો બેનરો અને પોસ્ટરો લઈ રહ્યા હતા, જેમાં તેઓએ અભિનેતાને વૈશ્વિક સ્ટાર કહ્યા હતા. રામ ચરણ અને જુનિયર એનટીઆર દર્શાવતા RRR ગીત 'નાટુ  નાટુ 'ને શ્રેષ્ઠ મૂળ ગીત માટેનો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. રામ ચરણ શુક્રવારે પત્ની ઉપાસના સાથે દિલ્હી પહોંચ્યા હતા. યુવા અભિનેતા તેના પિતા ચિરંજીવી સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં હાજરી આપી હતી.

(7:04 pm IST)